ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા આદેશ,વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની મળશે બેઠક

ભાજપના મોટા નેતાઓની થોડાક દિવસ પહેલા જ દિલ્હીમાં બેઠક થઈ હતી જેમાં વર્ષ 2022ની આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી રાજકીય ગરમાવો ખૂબ વધી ગયો છે.

ગુજરાત ભાજપના ધારાસભ્યોને 15મી જૂને ગાંધીનગર આવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. વિધાનસભા હૉલમાં જ ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યસખ સી આર પાટીલ પણ હાજર રહેશે.

જોકે સત્તાવાર માહિતી અનુસાર આ બેઠકમાં કોરોના વાયરસ રસીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવશે તથા ત્રીજી લહેરને લઈને તૈયારીઓ માટે પણ ચર્ચા કરવામાં આવશે.ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે સત્તાધારી પાર્ટીઓ દ્વારા આ પ્રકારની મીટિંગ નિયમિત રૂપે થતી હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.