વિધવાઓ અપશુકનિયાળ હોવાની સમાજની માન્યતાઓને દૂર કરવાની રાજ્યમાં એકમાત્ર રાજકોટમાં ચાલતી પ્રણાલિકા

રાજકોટઃ સારા-નરસા પ્રસંગે લોકો બ્રાહ્મણોને, બટુકોને કે કુંવારિકાઓને જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે પરંતુ રાજ્યભરમાં એકમાત્ર રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી એવી પ્રણાલિકા ચાલી રહી છે જ્યાં બ્રાહ્મણો કે બટુકોને નહીં પરંતુ વિધવાઓને જમાડાય છે. શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં 150થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય છે. આવું કાર્ય કરવાનો ઉદ્દેશ જણાવતા મંદિરના પૂજારી ઐમપ્રસાદ દવે કહે છે કે, પતિ ગુમાવે એવી સ્ત્રીને આજે પણ સમાજમાં ક્યાંકને ક્યાંક અપશુકનિયાળ માનવામાં આવે છે આ માન્યતા નાબૂદ કરવા આ પ્રણાલિકા છેલ્લા 40 વર્ષથી કરીએ છીએ. ભગવાન આપણી ઘરે જમવા નથી આવી શકતા અને વિધવાઓ પણ મા જગદંબાનું જ સ્વરૂપ છે એટલે અમે દર વર્ષે વિધવાઓને જમાડવાનો ઉત્સવ માનવીએ છીએ. અને માતાજી ખુદ અમારે આંગણે જમવા પધાર્યા હોય એવો જ ભાવ અમે વિધવા બહેનો સાથે વ્યક્ત કરીએ છીએ.

એક વખત વિધવાઓને જમાડવાનો એવરેજ ખર્ચ રૂ. 75000 જેટલો થાય છે કારણ કે, જમવાની એક થાળી એવરેજ રૂ. 150ની થાય છે, સાથે મંદિર તરફથી દરેક વિધવાઓને રૂ. 250થી 300ની કિંમતની સાડી ભેટમાં અપાય છે, મુખવાસ અને ફ્રૂટ અપાય છે. અને જ્યારે વિધવાઓ જમીને જાય જ્યારે દરેકને રૂ. 150 જેટલી દક્ષિણા પણ અપાય છે. એટલે એકંદરે એક વિધવાને જમાડવા પાછળ એવરેજ 500થી 550 રૂપિયા ખર્ચાય છે જે મંદિરના પૂજારી ભોગવે છે. આ માટે કોઈપણ પ્રકારનો ફંડ-ફાળો કરાતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.