આફ્રિકાનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હતો અને સારવાર લઈ રહ્યો હતો. જો કે તંત્રએ વિદ્યાર્થીને HIV હોવાનો દાવો કર્યો છે.
આફ્રિકાનો વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસઅર્થે આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8 કેસ આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 7 હજારને પાર કરી ગયો છે અને હાલ 7321 એક્ટિવ કેસ છે. જ્યારે 5 મહિના બાદ ગુજરાતમાં 1,580 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 28 નવેમ્બરે 1598 કેસ હતા.
અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2 તથા વડોદરા અને ગાંધીનગરમાં 1-1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,450 થયો છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં મૃત્યુઆંક 7 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.