કોરોનાની બીજી લહેરમાં લેવાયો ખાસ નિર્ણય,વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ કરી દેવાશે પ્રમોટ

કોરોનાના વધતા કહેરને જોતા અનેક રાજ્યોમાં સ્કૂલ બંધ કરી દેવાઈ છે. આ સાથે અનેક રાજ્યોએ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક રાજ્યની સરકારે કોરોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા પરીક્ષા આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર
અહીની સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે. કોરોનાના વધતા કેસને લઈને અભ્યાસ પર અસર થઈ રહી છે. તેને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે તેની જાણકારી આપી છે.

તમિલનાડુ
અહીં ધોરણ 9,10 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરાશે.

છત્તીસગઢ
હાલમાં સરકારે કહ્યું કે ધોરણ 10 અને 12 સિવાય અન્ય ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ અન્ય વર્ષમાં પ્રમોટ કરી દેવાશે.

રાજસ્થાન
રાજસ્થાન સરકારે પ્રાથમિક કક્ષા માટે પરીક્ષા વિના પદોન્નતિની જાહેરાત કરી છે

ઓરિસ્સા
સ્કૂલ એન્ડ માસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ઓરિસ્સાને ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને વિના પરીક્ષા નવા ધોરણમાં પ્રવેશ અપાશે.

અસમ
અસમ સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના નવા ધોરણમાં પદોન્નત કરવાનો નિર્ણય લીધો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.