– વન નેશન વન બોર્ડની માગણી સુપ્રીમે ફગાવી
– ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે આઇસીએસઇ અને સીબીએસઇને મર્જ કરવાની ના પાડી દી
સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ થઇ હતી જેમાં એક દેશ એક એજ્યુકેશન બોર્ડની માગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટની હેઠળ આવતો જ નથી. દેશભરમાં 6થી 14 વર્ષના દરેક બાળકો માટે સમાન શિક્ષણ અને એક અભ્યાસક્રમની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી.
ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં ઇંડિયન સર્ટિફિકેટ ઓફ સેકંડરી એજ્યુકેશન બોર્ડ (આઇસીએસઇ) અને સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું એકબીજામાં વિલિનિકરણ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો કોર્ટનો નહીં હોવાથી તેને ફગાવવામાં આવે છે. આપણા વિદ્યાર્થીઓની બેગમાં જે પુસ્તકો છે તેની સંખ્યા એટલી છે કે તેનો ભાર આ વિદ્યાર્થીઓ પર પહેલાથી જ છે, એવામાં તમે આ પીઆઇએલ દ્વારા જે માગણી કરી રહ્યા છો તેના પરથી લાગે છે કે તમે આ વિદ્યાર્થીઓ પર પહેલા જ જે વધારાના પુસ્તકોનું બર્ડન છે તેમાં વધારો કરવા માગો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.