કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે સપ્ટેમ્બરના અંતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટે જાહેરાત કરી છે. જેનો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે.
રાહુલ ગાંધીએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યુ છે કે, કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષા લેવાનો નિર્ણય ભૂલભરેલો સાબિત થશે.પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને તેમના આગળના વર્ષના દેખાવના આધારે પ્રમોટ કરવામાં આવે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, યુજીસીએ વિદ્યાર્થીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓની વાત સાંભળવી જોઈએ અને પરીક્ષાઓ રદ કરવી જોઈએ. યુજીસીએ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જરુર છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, યુજીસી વિદ્યાર્થીઓમાં ભ્રમ ફેલાવી રહી છે.કોરોનાએ વિદ્યાર્થીઓને એમ પણ બહુ કષ્ટ આપ્યુ છે. આઈઆઈટીએ પણ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.