અમદાવાદના ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબારમાં વિજિલન્સની રેડ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ..

અમદાવાદ શહેરમાં આવેલ ગુજરાત કોલેજ પાસે આવેલ TCS હુક્કાબારમાં ગઈકાલ રાત્રે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિજિલન્સે બે મહિલાઓ સહિત 20 લોકોને હુક્કાની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. ટીમે હુક્કાબારમાં લગાવવામાં આવેલ તમામ સીસીટીવી કેમેરા અને ડીઆરઆઈ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં બેફામ હુક્કાબાર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબારમાં બાતમીના આધારે વિજિલન્સની ટીમે દરોડા પાડ઼્યા હતા. આ દરોડમાં બે મહિલાઓ સહિત 20 લોકોને હુક્કાની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા. વિજિલન્સની ટીમે હુક્કાબારમાંથી અલગ અલગ પ્રકારના ફ્લેવર અને હુક્કાઓ જપ્ત કર્યા હતા. આ સાથે જ હુક્કાબારમાં લગાવવામાં આવેલ સીસીટીવી અને ટીઆરઆઈ પણ જપ્ત કરવામાં આવ્યા હતા જેના આધારે અહીંયા કેટલા લોકો હુક્કાની મહેફિલ માણવા આવે છે તેની તપાસ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના બે વ્યક્તિઓ કવિ કવ્વાલના નામે જાણીતા છે જે અહીંયા અંધારું થતાં જ મહેફિલ માણવા ગોઠવાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલ સેક્રેટ નાઈન હુક્કાબારમાં સ્ટેટ વિજિલન્સે રેડ કરી હતી. આ રેડમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.