વિજ્ઞાનીઓએ શરીરમાં કોરોનાને ફેલાતો અટકાવવાની પદ્ધતિ શોધી કાઢી

ટેક્સાસ હેલૃથ સાયન્સ સેન્ટરના વિજ્ઞાનિકોએ કોરોનાને પોષણ આપતા અણુનું મૂળ શોધી કાઢ્યું છે. રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરતા કોરોના વાયરસને મળતું પ્રોટિન અટકાવી દેવામાં સંશોધકોને નોંધપાત્ર સફળતા મળી છે. આ પદ્ધતિના કારણે રસી શોધવામાં વધારે સરળતા રહેશે.

અમેરિકન વિજ્ઞાનિકોએ કોરોના વાયરસની પ્રતિકૃતિને રોકવાની પદ્ધતિ શોધી કાઢી હોવાનો દાવો થયો હતો. કોરોના વાયરસની એક નકલમાંથી બીજી નકલો થાય અને તેના કારણે શરીરની આખી ઈમ્યૂન સિસ્ટમ પક્કડમાં આવી જાય છે. વિજ્ઞાનિકોએ એ નકલ કરતા અણુને શોધી કાઢ્યો છે. જો ત્યાં જ એને અટકાવી દેવામાં આવે તો વાયરસની પ્રતિકૃતિ બનતી અટકી જશે.

વિજ્ઞાનિકોના મતે આ ખૂબ જ મહત્વની સફળતા છે. કોરોના વાયરસના પ્રોટિન પીએલપ્રોને વધતા અટકાવી દેવામાં આવે તો તેની શક્તિ મર્યાદિત થઈ જશે. કોરોના વાયરસનો જે અણુ આ કામ કરે છે તેને સંશોધકોએ ઓળખી લીધો છે અને તેને નિયંત્રણમાં લેવાની પદ્ધતિ પણ શોધી કાઢી છે.

વાયરસની પ્રતિકૃતિ બનતી પ્રક્રિયાને બ્લોક કરવામાં ધારી સફળતા મળશે તો રસી શોધવાનું કામ આસાન બનશે એવું ટેક્સાસ હેલૃથ સાયન્સ સેન્ટરના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું. સાયન્સ નામની સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે કોરોના વાયરસનું પીએલપ્રો પ્રોટીન સંક્રમણને ખૂબ જ ઝડપથી ફેલાવે છે.

કોરોનાનું સીઝર નામનું ઉત્તેજક બેવડું રૂપ ધારણ કરીને કોરોનાને વધારે ભયાનક અને ખતરનાક બનાવે છે. એ ખતકનાક પીએલપ્રો પ્રોટીનના સ્ત્રાવ માટે પ્રોત્સાહિત કરે છે. જો એને જ અટકાવી દેવામાં આવે તો સ્ત્રાવ અટકી જશે. તેના કારણે કોરોના વાયરસના જે સ્વરૂપો બની જાય છે તે પણ અટકી જશે.

સરવાળે ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો ઘટશે અને શરીરને રક્ષણ મળશે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાયરસને મુકાબલે શક્તિશાળી સાબિત થઈને શરીરનું રક્ષણ કરશે. વિજ્ઞાનિકોએ અહેવાલમાં દાવો કર્યો હતો કે આ સંશોધનથી રસીના શોધકોને ખૂબ જ સરળતા રહેશે. આ શોધ અસરકારક રસી શોધવામાં મદદરૂપ બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.