Viral news : એક મહિના પહેલા, તેણે કથિત રીતે એક બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ મહિલા પ્રેમીએ રેલવે ટ્રેક પર પહોંચીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા તેના અવૈધ સંબંધનો ખુલાસો થતાં ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ હતી. મહિલાને ત્રણ બાળકો છે અને તેનું છેલ્લા સાત વર્ષથી અફેર ચાલી રહ્યુ હતુ. તેના પતિને આ વાતની જાણ થતાં જ તેણે વિરોધ કરવાનું શરૂ કર્યું. આ પછી મહિલાએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
ફ્રી પ્રેસ જર્નલે સ્થાનિક મીડિયાના અહેવાલોમાંથી જણાવ્યું હતું કે, મહિલાના પતિએ પડોશી ગામના એક યુવક સાથેના તેના ગેરકાયદેસર સંબંધોને સ્વીકાર્યો ન હતો. જે બાદ મહિલાએ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના પહેલા, તેણે કથિત રીતે એક બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ મહિલા પ્રેમીએ રેલવે ટ્રેક પર પહોંચીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ તમામ આપઘાતના પ્રાયસો પછી પણ મહિલા હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયર સાથે બાંધેલા ઇલેક્ટ્રિક પોલ પર ચડતી જોવા મળી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં મહિલા પોલ પરથી નીચે ઉતરવાની ના પાડી રહી હતી. જ્યારે સ્થાનિક લોકો તેને સમજાવીને તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, પોલીસ પતિ-પત્ની અને પ્રેમી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.