દિલ્હીમાં પ્રચાર સમયે ગુજરાતમાં મુખ્યમંત્રીએ કરેલા ભાષણમાં સ્વચ્છ સાબરમતીના ઉલ્લેખને લઇને હવે ગુજરાતમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીના વિજય રૂપાણીના ભાષણ સાથે પ્રદુષિત સાબરમતી નદીનો વીડિયો અપલોડ કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમને ભાષણમાં કહ્યું હતું કે, ‘તમે આવો ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદી પર જે રીવરફ્રન્ટ બનાવ્યો, કલકલ વહેતું શુદ્ધ નિર્મળ અને આખા એશિયામાં જે સ્વચ્છ નદીએ સાબરમતી મોદીજીએ બનાવી.’
માન. રૂપાણીજી દિલ્હી મે જા કે ઈતના તો જુઠ મત બોલીએ? ખોટા ખોટા વખાણ કરને સે પહેલે કલ કલ વહેતી સ્વચ્છ સાબરમતી નદી મે ડુબકી લગા આતે તો સારે પાપ ધોવાઈ જાતે.. ?? #ભારતીય_જૂઠી_પાર્ટી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સાબરમતી નદીને લઇને દિલ્હીમાં કરવામાં આવેલા ભાષણ પર આંકરા પ્રહાર કરતા કોંગ્રેસના પ્રદેશ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણની સાથે સાબરમતીમાં વહેતા ગંદા પાણીનો એક વીડિયો અપલોડ કર્યો છે અને આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘માનનીય રૂપાણીજી દિલ્હીમાં જઈને એટલું ખોટું તો ન બોલો, ખોટા-ખોટા વખાણ કરતા પહેલા કલકલ વહેતી સ્વચ્છ સાબરમતી નદીમાં ડુબકી લાગીવીને આવ્યા હોય તો તમામ પાપ ધોવાય જાત.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.