ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM VIjay Rupani) ચૂંટણીમાં ભવ્ય વિજય અને કોરોના વાયરસને માત આપીને આજે, રવિવારે યાત્રાધામ અંબાજીની (Ambaji) મુલાકાતે પહોંચ્યા હતા.
અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આનંદ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્મુતિ ચિન્હ અર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજીની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.
આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું ટેકાવવા આવ્યો છું. આ ભવ્ય વિજય બાદ જે લોકોની આશા અપેક્ષા અમે પુરી કરી શકીએ અને ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાત સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ ઉપરમાં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં પાસે મનોકામના માંગી છે
ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે. અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.