ગુજરાતનાં જાણીતા ગાયકકલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુંવાળા ટૂંક સંયમાજ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે અને સોમવારે માતાજીના દર્શન અને આરતી કર્યા બાદ વિજય સુંવાળા કમલમ માટે રવાના થશે અને આજે જ બપોરે 1 વાગે આધિકારિક રીતે કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ જશે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે અને ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં અને તેવામાં હવે રાજીનામા મુદ્દે વિજય સુંવાળાએ મોટું નિવેદન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.