સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. સીએમ રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ છેડ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે અને ઈમાનદારીથી પગલા લઈ રહ્યા છે. આ સાથે એન્ટી કરપ્શન વિભાગને મજબૂત બનાવવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે, ભ્રષ્ટાચારીઓને ન પકડવા તેવા કાયર અમે નથી.
પહેલા જમીન એનએ કરવામાં ભ્રષ્ટાચાર થતો હતો. જેથી મહેસુલ વિભાગમાં ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકારે આરટીઓ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર રોકવા ચેકપોસ્ટો બંધ કરી છે. સરકારે શિક્ષકો અને બાળકોની હાજરી પણ ઓનલાઈન કરી છે. જેથી હાજરીમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યુ કે, સીએમ ડેસબોર્ડનુ સીધુ મોનીટરીંગ કરી રહ્યો છુ. અને નાગરિકોના કામ ઝડપી થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.