ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને મઘુશ્રીવાસ્તવ બાદ ભાજપના સાંસદે પણ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં કોઈ અધિકારીઓ ગાંઠતા નથી. અને ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. આ પહેલા કેતન ઈનામદારે નાગાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, સાવલી નગર પાલિકાનુ વીજ કનેકશન કપાઇ જવાને મુદ્દે રજુઆતો કરવા છતા પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હતી.
વીજ કનેકશન પાછું ચાલુ કરવા કેતન ઇનામદારે એમજીવીસીએલના એમ ડી ભટ્ટને રજૂઆત કરી હતી. તેમ છતા તેમની રજૂઆત કાને નહોતી ધરાઇ. તેમણે સંતોષકારક જવાબ ન મળ્યાનો પણ બળાપો ઠાલવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.