મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાંથી તેમની બાદબાકી અંગે એક પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેશે. ટ્રમ્પને આવકારવા માટે યોજાયેલા રોડ-શોના યજમાન તેઓ પોતે અને ગુજરાત સરકાર છે. રૂપાણીએ કહ્યું કે ટ્રમ્પ અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવ રૂપ છે. અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હી ને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.