આજે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે. જસ મોદીના જન્મદિવસને લઈને ડેમને સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી તેના વધામણાં કરશે. ગુજરાત વાસીઓ માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે.
આજે રાજ્યની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમને ખાસ ભેટ મળી છે. ડેમ ઓવરફ્લો થતાં આજે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ઓફિસથી ખાસ પૂજા કરશે.
ઈતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી અને નર્મદા ડેમનો જૂનો નાતો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી અને આ મંજૂરીને કારણે જ ડેમ તેની મહત્તમ કેપિસિટીએ ભરાયો છે. ડેમ ભરાઈ જતા હવે રાજ્યમાં જળસંકટની સમસ્યા નહીં સર્જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.