હાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે જ રાણાવાવ અને કુતિયાણા પંથકમાંથી વિદેશી શરાબની ૧૭૯ બોટલ કબ્જે કરવામાં આવી છે. એક શખ્સ મળી આવ્યો હતો, જ્યારે બીજો હાજર મળી આવ્યો ન હતો.
પોલીસે દરોડા પાડતા ચોંકી ગઈ
કુતિયાણાના ખાગેશ્રી નજીક આવેલા સારણનેસની સવારીયુ સીમમાં રહેતા મેરૂ બાવન કરમટાએ તેના મકાનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ૧૮ હજારની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલ અને ૧૮૦ એમએલના ૪૨૦૦ની કિંમતના ૫૬ ચપલા મળી કુલ ૨૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મેરૂ હાજર મળી આવ્યો ન હતો.
રાણાવાવના ગંડીયાવાળા નેસમાં રહેતા દેવા ડાયા કોડીયાતરે તેના મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડતા ૧૮૯૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬૩ બોટલ મળી આવી હતી. પોલીસે દેવાની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.
વળી, મુળ ઉનાનો તથા હાલ માછીમારી માટે આવેલો રમેશ કારા સોલંકી દારૂ સાથે પકડાયો છે, જ્યારે ગાયત્રી મંદિર સામે ખાડીકાંઠે પ્રકાશ ભીખુ જેઠવા હાજર મળી આવ્યો ન હતો. તેના મકાનમાંથી દારૂની ૧૦ કોથળી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.