પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. આ યુવક મલેશિયાથી પરત આવ્યો હતો. આ યુવક પાટણ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. યુવકને ખસી, ગળામાં દુખાવો હોવાની તકલીફ સામે આવી. ત્યારે એપિડેમીક મેડિકલ ઓફિસર સહિત મેડિકલ ટીમ દ્વારા આ યુવકની તપાસ કરવામાં આવી. સમગ્ર ઘટના વચ્ચે મલેશિયાથી આવેલા આ યુવકનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ નથી.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 150 પર પહોંચી ગઈ છે. દિલ્હીથી જોડાયેલા નોઈડામાં વધુ એક કેસ સામે આવ્યો છે. નોઈડામાં કોરાનાના દર્દીઓની સંખ્યા ચાર થઈ છે. કોરોનાનો લેટેસ્ટ દર્દી ઈન્ડોનેશિયા ગયો હતો. જ્યાંથી તે ચાર દિવસ પહેલા જ પાછો ફર્યો હતો. તેની સાથે તેની પત્ની પણ હતી. જોકે હાલમાં તો પતિમાં જ આ વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે. હવે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પત્નીનો રિપોર્ટ આવવાનો બાકી છે.
આ પહેલા નોઈડામાંથી બે કેસ સામે આવ્યા હતા.આ બંને દર્દીઓ અલગ અલગ સોસાયટીમાં રહે છે. તેઓ ફ્રાંસથી પાછા ફર્યા હતા. એ પછી આ વિસ્તારમાં એક કિલોમીટરમાં રહેતા 10,000 લોકોની તપાસનો આદેશ અપાયો હતો. આ પહેલા બેંગ્લોર અને તેલંગાણામાં અનુક્રમે બે અને એક નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3 લોકો મોતને ભેટયા છે. પૂણેમાં વધુ એક કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 42 કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.