પૂર્વ સંતોષ ટ્રોફી ખેલાડી અભિજીત ગાંગુલીનું બિરસા મુંડા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન વીજળી પડવાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે ફૂટબોલર ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે
53 વર્ષી ગાંગુલી ધનબાદ રેલ્વે ડિવિઝનના ફૂટબોલ કોચ હતા. તે સ્ટેડિયમમાં છોકરા અને છોકરીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. જ્યારે સવારે 7.30 વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો હતો. તેના પર અને બે અન્ય ખેલાડીઓ પર વીજળી પડી હતી.
નેશનલ પ્લેયર રવિલાલ હેમ્બ્રામ અને ચંદન ટુડૂ તેનાથી બચી ગયા, પણ ગાંગુલી બેભાન થઈ ગયો. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ડોક્ટોરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. ગાંગુલીના પરિવારમાં માતા, પત્ની અને એક પુત્ર છે. તેણે 1993માં સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં બિહાર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિજીત 1990માં સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર્સમાંનો એક હતો.
જે બાદ રેલ્વેમાં તેની નોકરી લાગી ગઈ હતી. તેણે અનેક વર્ષો સુધી ઈન્ટર ઝોનલ રેલ્વે ચેમ્પિયનશીપમાં ઈસ્ટર્ન રેલ્વે ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે બાદ તે ધનબાદ રેલ્વે ડિવિઝનનો કોચ બન્યો હતો. ગાંગુલી બિરસા ફૂટબોલ ક્લબમાં યુવા ખેલાડીઓની પ્રતિભાને નિખારતો હતો. તેની ટીમ આ સિઝનમાં જિલ્લા સીનિયર લીગ ચેમ્પિયનશીપમાં ત્રીજા સ્થાને રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.