પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ રાજકીય વાતાવરણ શાંત પડી રહ્યું છે, ત્યારે હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો છે. પાટનગર કોલકાતા સહિતના રાજ્યના દક્ષિણી વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકતાં આઠ લોકોના મોત નીપજ્યા હતા.
હવામાન ખાતાએ જણાવ્યું હતુ કે, કોલકાતા, હાવરા, નોર્થ ૨૪ પરગણા, નાદિયા, મુર્શિદાબાદ, બાંકુરા, પુરબા બર્ધમાન, પશ્ચિમ મદિનાપુર, બિરભૂમ અને પુરુલિયા જિલ્લામાં વિજળીના કડાકાની સાથે ૫૪ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટતાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. પર્વતીય વિસ્તારમાં વાદળ ફાટતા પાણીનો તીવ્ર પ્રવાહમાં દુકાનો-ઈમારતો તણાઈ ગઈ હતી. જોકે જાનહાનિ થઈ ન હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતુ.
કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આવેલા રાસ્લીતાક નામના ગામમાં મધરાતે વિજળી પડતાં માટીના ઘરમાં રહેતા ૧૪ વર્ષના કિશોરનું મોત થયું હતુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.