વીજસેવાઓ મેળવવા માટે ગ્રાહકે હવે કચેરીઓના ધક્કા નહી ખાવા પડે, સરકારે નક્કી કરી સમયમર્યાદા

વિજ ગ્રાહકો માટે મોદી સરકારે આજે એક મોટો નિર્ણય કર્યો છે. વિજ ક્ષેત્રમાં આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ માટે પહેલીવાર સરકારે સમયમર્યાદા નક્કી કરી છે. સમયમર્યાદામાં કામ નહી કરવા પર વિજ વિતરણ કંપનીઓ પર દંડ ફટકારવામાં આવશે જે ઓછામાં ઓછા ઓછા એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

વિજગ્રાહકોએ હવે નવા વિજ જોડાણ માટે કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. તમને ઘરે બેઠાં જ વિજ કનેક્શન મળી જશે. વિજ મંત્રાલયે વિજ કાનુન 2003 હેઠળ એક આદેશ જાહેર કર્યો છે. આદેશમાં ઉપભોક્તાને આપવામાં આવતી સેવાઓ માટે સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.

મહાનગરોમાં નવા વિજ કનેક્શન માટે 7 દિવસમાં, અન્ય શહેરોમાં 15 દિવસમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 30 દિવસમાં કનેક્શન આપવું ફરજીયાત બનાવાયું છે. ઓનલાઈન અરજીની સુવિધા પણ રહેશે અને આવેદન કરવાની સાથે જ સમયમર્યાદાની ગણતરી પણ શરૂ થઈ જશે.

સરકારના આ નિર્ણય પર કેન્દ્રીય વિજમંત્રી આરકે સિંહે કહ્યું કે, લોકોને કચેરીના ધક્કા ખાવા પડે છે કારણ કે વિજ વિતરણ ક્ષેત્રમાં એકાધિકાર છે એટલે કે ઉપભોક્તાઓ પાસે વિતરણ કંપની પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી તેથી આ ખુબ જરૂરી છે.

આ સિવાય મીટરમાં ખરાબી આવવા, વિજ લોડમાં ફેરફાર કરાવવા, લોડ શેડિંગ વધારે ખરાબ ટ્રાંસફોર્મર બદલવા જેવી સેવાઓ પણ આ આદેશમાં સામેલ કરવામાં આવી છે. આ સેવાઓ માટે સમયમર્યાદા નક્કી કરવાની જવાબદારી રાજ્ય વીજ નિયામક આયોગને સોંપવામાં આવી છે. આયોગને આ કામ 60 દિવસની અંદર કરવા કહેવામાં આવ્યું છે.

નક્કી સમયમર્યાદાની અંદર કામ નહી કરવા પર વિજ વિતરણ કંપનીને ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો દંડ આપવો પડશે. એટલું જ નહી જેમ જેમ સમય વધશે તેમ-તેમ પ્રતિદિવસ 6 હજાર રૂપિયાના દરથી વધારાનો દંડ પણ ભરવો પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.