વિકાસ દુબેના શાર્પ શૂટર અમર દુબેને પોલીસે ઢાળી દીધો, અન્ય સાગરીત શ્યામ પોલીસની પકડમાં

યુપીના ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગ સાથેના એન્કાઉન્ટરમાં આઠ પોલીસ જવાનો શહીદ થયા બાદ વિકાસ દુબે ફરાર છે અને બીજી તરફ પોલીસે હવે તેની ગેંગના સભ્યો પર કહેર વરતાવવાનુ શરુ કર્યુ છે.

પોલીસે દુબેના ફરાર થયા બાદ તેના ખાસ સાગરીત અને શાર્પ શૂટર અમર દુબેને એક એન્કાઉન્ટરમાં આજે સવારે ચાર વાગ્યે ઢાળી દીધો છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે.અમર બાજપાઈ પણ પોલીસ કર્મીઓ સાથે થયેલી અથડામણમાં સામેલ હતો.તેના પર 25000 રુપિયાનુ ઈનામ હતુ. બીજી તરફ પોલીસે તેના વધુ એક સાથીદાર શ્યામ બાજપાઈને પણ પકડી લેવામાં સફળતા મેળવી છે. પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બાજપાઈ ઘાયલ પણ થયો છે.

દુબેના ફરાર થયા બાદ પોલીસનુ આ પાંચમુ એ્કાઉન્ટર છે.જોકે વિકાસ દુબે પોલીસના હાથમાં હજી આવ્ય નથી. મંગળવારે રાતે પોલીસે હરિયાણાની એક હોટલ પર રેડ પાડી હતી.જોકે એ પહેલા જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે દુબેની શોધમાં 10000 જવાનોને લગાડ્યા છે.જોકે દુબે હજી સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. દુબેની તપાસના તાર છેક નેપાળ સુધી લંબાવવામાં આવ્યા છે.

દરમિયાન યુપી પોલીસે દુબે પરનુ ઈનામ વધારીને 50000 રુપિયા કરી દીધુ છે. યુપી પોલીસના એડિશનલ ડીજી પ્રશાંત કુમારે કહ્યુ હતુ કે, પોલીસ કર્મીઓની શહાદત એળે નહી જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.