દર વર્ષે બજેટમાં અનેક નવી નવી જાહેરાતો થતી હોય છે, પણ ઘણી બધી જાહેરાતો એવી હોય છે જે પુરી થતી નથી. ગત બજેટમાં ગ્રોથ, રોકાણ, રેવન્યૂ વસૂલી અને ખોટનો લક્ષ્યાંક પુરો થયો નથી. રોકાણ વધારવા માટેની જે આશાઓ અને અપેક્ષાઓ હતી તે પણ અધુરી રહી છે. ત્યારે આવો જાણીએ ગત બજેટની એવી કઈ યોજનાઓ છે જે હજુ સુધી પુરી નથી થઈ.
નાણાકીય વર્ષ 2019-20માં નોમિનલ GDP ગ્રોથનો લક્ષ્યાંક 12 ટકા રાખવામાં આવ્યો હતો. જેમાં પહેલાથી અનુમાનના આંકડાની સરખામણીએ 7.5 ચકા ગ્રોથ જોવા મળ્યો હતો. એવી જ રીતે નાણાકીય વર્ષ 2019-20માં રેવન્યૂ વસૂલીનો લક્ષ્યાંક લગભગ 24.50 લાખ કરોડ રૂપિયા હતો. આ વસૂલીમાં પણ 2.50 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની આશા છે.
નાણાકીય વર્ષ 2019-20માં રોકાણનો લક્ષ્યાંક 1.05 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.જ્યારે વાસ્તવિકતા એ છે કે, રોકાણનો 20 ટકા લક્ષ્યાંક પણ પુરો થયો નથી. ચોથા ક્વાર્ટરમાં ખર્ચમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થવાની આશંકા છે. સુપરરિચ ટેક્સ લગાવવા માટે સરચાર્જ વધારવામાં આવ્યો. 2.5 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયા વધારાની આવક પર ક્રમશ: 3 ટકા અને 7 ટકાનો સરચાર્જ લગાવવામાં આવ્યો છે. ભારે વિરોધ બાદ સરકારે તેને પાછો ખેંચવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.