રાજસ્થાન બાદ ગુજરાતમા બાળકોના મૃત્યુના આકંડા સામે આવતા સરકારની આરોગ્ય સેવાઓની ડંફાસોની પોલ ખૂલી જવા પામી છે. છેલ્લા 10 મહિનામાં રાજ્યમાં 15117 બાળકોના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અને આ આંકડો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલો આંકડો છે. ગુજરાત જેવા વિકાસશીલ, પ્રગતિશિલ અને વાયબ્રન્ટ ગણાતા રાજ્ય માટે આ અત્યંત દૂઃખદ અને શરમજનક આંકડો કહેવાય.
ગુજરાતની આરોગ્ય સેવાની પોલ ખોલતા આંકડા આવ્યા સામે
ગુજરાતમાં દરરોજ 50 બાળકો સિસ્ટમના ખપ્પરમા હોમાય છે
સવેદનશિલ રાજ્ય ગુજરાતમાં દરમહિને 1511 બાળકો મૃત્યુ પામે છે
ગુજરાતમાં છેલ્લા 10 મહિનામાં 15117 બાળકોના મત્યુ થયા
સમગ્ર રાજ્યમાં છેલ્લા 10 માસમાં 15117 બાળકોના મૃત્યુ થયા હોવાનો આંકડો સરકારના ચોપડે નોંધાયો છે. આ આંકડા પ્રમાણે જોઈએ તો દર મહિને ગુજરાતમાં 1511 બાળકોના મૃત્યુ નિપજે છે. જેનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 50 બાળકોના મૃત્યુ થાય છે. આરોગ્યની સેવા પાછળ 11 હજાર કરોડનું વાર્ષિક બજેટ ફાળવતી સંવેદનશીલ ગુજરાત સરકાર માટે આ આંકડાઓ નાલેશીભર્યા ચોક્કસથી કહી શકાય. રાજ્યના તમામ જિલ્લાઓમાં બાળકોના મૃત્યુ થયાના સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓમાં સૌથી વધુ બનાસકાંઠામાં 1004 બાળકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ દાહોદમાં 928, આણંદમાં 720, કચ્છમાં 716 બાળકોના મૃત્યુ થાયા છે. તે પ્રમાણે અન્ય જિલ્લાઓની જો વાત કરે તો, બનાસકાંઠા – 1004, દાહોદ – 928, આણંદ – 720, કચ્છ – 716, ખેડા – 687, મેહસાણા – 654, પંચમહાલ – 533, વડોદરા – 484, રાજકોટ – 451, ભરૂચ – 448, મહિસાગર – 432, સાબરકાંઠા – 461, સુરેન્દ્રનગર – 407, પાટણ – 385, ભાવનગર – 377, અમદાવાદ – 362, ગીર સોમનાથ – 338, અરવલ્લી – 292, ગાંધીનગર – 292, છોટાઉદેપુર – 285, સુરત – 271, દેવભૂમિ દ્વારકા – 248, જામનગર – 244, મોરબી- 240, અમરેલી – 240, જુનાગઢ – 236, નર્મદા – 217, વલસાડ – 206, નવસારી – 182, તાપી – 165, બોટાદ – 148, પોરબંદર – 136, ડાંગ – 114 બાળકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.