યશરાજ બેનર એક કોમેડી ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે જેમાં વિકી કોશલ કામ કરવાનો છે. આ ફિલ્મમાં વિકી સાથે દર્શકોને માનુષી છિલ્લર રોમાન્સ કરતી જોવા મળશે.
સૂત્રોના અનુસાર, ફિલ્મ વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પરંતુ આ ફિલ્મ યશરાજ ફિલ્મસના પ્રોજેક્ટ ૫૦નો હિસ્સો છે. જેના હેઠળબહેતરીન ફિલ્મોની પસંદગી કરવામાં આવશે. આદિત્ય ચોપરાએ એક ઘોષણામાં કહ્યું હતું કે તેઓ ૨૭ સપ્ટેબરના રોજ સ્વ. પિતા અને ફિલ્મસર્જક યશરાજ ચોપરાની ૮૮મી જયંતીની ઊજવણી દરમિયાન તેમના પ્રોડકશન હાઉસ દ્વારા નિર્મિત ઘણા પ્રોજેક્ટસની ઘોષણા કરવામાં આવશે.
વિકી અને માનુષીની આ ફિલ્મ યશરાજ ફિલ્મસના પ્રોજેક્ટ ૫૦નો હિસ્સો છે. આ ફિલ્મ અને કાસ્ટિંગ વિશેની સત્તાવાર ઘોષણા ૨૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.