વિક્રમ સંવત 2076, મહા સુદ ચોથ, બુધવાર પંચક, રવિયોગ મેષ આપની ઉતાવળ કે રઘવાટને સંયમમાં રાખી ચાલવાથી શાંતિ, સફળતા અને સાનુકૂળતા રહે. વૃષભ પરિસ્થિતિનો તાગ મેળવીને જ આગળ વધવાથી નુકસાનથી બચી શકશો. પ્રવાસ ફળે.
મિથુન આપના નકારાત્મક વિચારોને અટકાવીને આપ નિરાશાથી બચી શકશો. નાણાભીડનો ઉકેલ મળતો જણાય. કર્ક કોઈ પણ બાબતને મન પર લગાડી ન લેવા સલાહ છે. જેથી શાંતિ ડહોળાતી અટકે. ખર્ચ રહે. મિલન-મુલાકાત. પ્રવાસ.
સિંહ ધાર્યા કામમાં વિઘ્ન કે વિલંબનો અનુભવ થતો જણાય. વધુ પ્રયત્ને સફળતાની તક રહે. મિલન-મુલાકાતથી આનંદ. કન્યા આપના સામાજિક અને વ્યવસાયિક કાર્યો અંગે હવે કોઈ નવીન તક-દિશા આવી મળે. વિવાદ ટાળજો. તબિયતની ચિંતા રહે.
તુલા ધારણાઓ ઊંધી વળી ન જાય તે માટે સજાગ અને સક્રિય રહેવું. ભરોસે ન ચાલવા સલાહ. નાણાભીડ-તણાવનો અનુભવ. વૃશ્ચિક આપના સંજોગો સુધરવા આશા રાખી શકશો. કાર્યને આગળ ધપાવી ઈષ્ટ ફળ મેળવી શકશો. મતભેદો દૂર કરી લેજો.
ધન અકારણ ચિંતા-ઉચાટ રાખશો નહીં. બાંધછોડ કરીને મન શાંતિ ટકાવી શકશો. ખર્ચ વધે. વિવાદતી દૂર રહેજો. મકર આપના અગત્યના પ્રશ્નો હલ કરવા સહયોગ-મદદ મેળવી શકશો. મૂંઝવણ દૂર તાય. મિલન-મુલાકાત.
કુંભ આપના આયોજનો મુજબ સંજોગો સાથ ન આપે તો પણ પ્રયત્નો ચાલુ રાખી ફળ મેળવી શકશો. ખર્ચ વધતો લાગે. વિવાદનો પ્રસંગ. મીન આપના હોઠે આવેલ કોળિયો પડી ન જાય તે માટે સજાગ રહેજો. મિત્રની મદદ. પ્રવાસ. સાનુકૂળ તક.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.