વિક્રમ સંવત 2076, મહા સુદ ત્રીજ, મંગળવાર અંગારકી વિનાયક ચોથ, ગણેશ જયંતી, પંચક. ચંદ્ર-શુક્રની યુતિ મેષ ગમે તેટલી વિટંબણા દેખાતી હોય આપ તેમાંથી બહાર આવી શકશો. કાર્યફળ મળે. વૃષભ આશા અને ઉમ્મીદના સહારે આગળ વધવાથી સફળતા દેખાશે. પ્રવાસ. સ્નેહીથી ગેરસમજ અટકાવજો.
મિથુન ઉતાવળે લાભ લેવાની વૃત્તિ પર સંયમ રાખજો. ગણતરી-કુનેહ ખપ લાગે. ગૃહજીવનનું કાર્ય થાય. કર્ક હિંમત હાર્યા વિના અથાગ પુરુષાર્થ અજમાવી તમે ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકશો. ખર્ચ-વ્યય રહેતો લાગે.
સિંહ પારકી આશ સદા નિરાશ એ ઉક્તિ ન ભૂલશો. ગૃહવિવાદ ટાળજો. નાણાકીય પ્રશ્ન હલ કરી લેજો. કન્યા અંગત સમસ્યાઓના ઉકેલની બારી ખૂલતી લાગે. સંજોગ બદલાતા લાગે. પ્રવાસ ફળે.
તુલા આપની અગત્યની બાબતો ગૂંચવાઈ હશે તો ઉકેલનો ઉપાય જડે. નસીબનો સાથ મળે. ગૃહવિવાદ ટાળજો. વૃશ્ચિક આપના મહત્વના પ્રશ્નો હજી જેમના તેમ રહેલા હશે તો કોઈની મદદથી હલ કરી લેજો. ખર્ચ નાથજો.
ધન પ્રવાસ-પર્યટન અંગેના કાર્યમાં પ્રગતિ. સ્નેહીથી મિલન. નાણાભીડ જણાય. મકર લાભ પાછળ દોડશો તો લાભ દૂર ઠેલાતો લાગે. લાભને પાસે આવવા દેશો. ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.