ઉતર ગુજરાતનાં ગામડાઓમાં કોલસાની અછતને કારણે વીજકાપ ઝીંકાયો..

ઉતર ગુજરાતના ગામડાઓમાં UGVCL દ્વારા બપોરના સમયે વીજ કાપ મૂકવામાં આવ્યો છે. કોલસાની અછતના કારણે આ વીજકાપ મુકવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગામડાના સરપંચને જાણ કરી દેવામાં આવી છે. જે મુજબ બપોરના સમયે વીજ કાપ કરવામાં આવશે. કોલસાની અછત પૂર્ણ થાય ત્યાં સુધી વીજકાપ રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર ચાર દિવસ સુધી ચાલે તેટલો જ કોલસાનો જથ્થો બચ્યો છે. હું ભારતમાં વીજ ઉત્પાદન માટે સૌથી વધુ કોલસાનો ઉપયોગ થાય. થોડા દિવસ પહેલાં જ ઊર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે, કોલસા પર આધારિત વીજ ઉત્પાદન કેન્દ્રમાં કોલસાનો સ્ટોક ખૂબ જ ઓછો થઈ ગયો છે.

https://www.youtube.com/watch?v=9InGZ1THotM

દેશોમાં ૭૦% ટકા વીજ ઉત્પાદન કેન્દ્રો કોલસા આધારિત છે. કુલ ૧૩૫ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ૭૨ પ્લાન્ટ પાસે કોલસાનો ૩ દિવસ કરતાં પણ ઓછો સ્ટોક બચ્યો છે. જયારે ૫૦ પાવર પ્લાન્ટ એવા છે, જયાં કોલસાનો ૪ થી ૧૦ દિવસનો સ્ટોક બચ્યો છે. ૧૩ પ્લાન્ટ એવાં છે કે જયાં ૧૦ દિવસ કરતાં પણ ઓછો કોલસો બચ્યો છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ તેની પાછળનું મુખ્ય કારણ કોલસાનું ઉત્પાદન અને તેના એક્સપોર્ટ માં આવી રહેલી સમસ્યા છે. મોનસુન ના કારણે કોલસાના ઉત્પાદનમાં કમી આવી છે. અને તેની કિંમત વધી ગઈ છે.એટલું જ નહીં ટ્રાન્સપોર્ટેશન માં પણ તમે આવી છે.આ એવી સમસ્યા છે, જેનાં કારણે આગામી સમયમાં સમગ્ર દેશની અંદર વીજકાપ સંકટ પેદા થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.