કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નૂકસાનને પહોંચી વળવા માટેનો એક સહારો પાક વીમા કંપનીઓ છે. ત્યારે પાક વીમાં કંપનીઓ તેમની ટોલ ફ્રી હેલ્પલાઈન બંધ રાખી હતી. જેને પહલે VTVGujarati.comએ ખેડૂતોની ફરિયાદો બાદ રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં વીમા કંપનો ટોલ ફ્રી નંબર બંધ હોવાનું સામે આવ્યું હતું. જે અહેવાલ VTVGujarati.com પર પ્રસારીત કરાયો હતો. જેને પગલે સીએમ વિજય રુપાણીએ કૃષિ વિભાગને વીમા કંપનીઓને ઈ મેઈલ કરી ટોલ ફ્રી નંબર ચાલું કરવા માટે સૂચન કરવા કહ્યું હતું.
કૃષિ સચિવે 72 કલાકમાં ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું, વીમા કંપનીની હેલ્પલાઈન બંધ
ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલાં પાકનાં નુકસાનને પહોંચી વળવા ખેડૂત હેલ્પલાઈનની સુવિધા પુરી પાડવામાં આવી હતી. જેમાં તેઓ પાકને થયેલાં નુકસાન બાબતે અરજી કરી શકે છે. જોકે ટોલ ફ્રી નંબર બંધ હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બીજી તરફ કૃષિ સચિવે 72 કલાકમાં ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું, ખેડૂતની આ સમસ્યા અને વીમા કંપનીની બદમાશીનો અહેવાલ પ્રકાશિત કરતાં સીએમ રૂપાણીએ કૃષિ વિભાગને કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમને આદેશ કર્યો છે કે કૃષિ વિભાગ ઈ-મેઈલ કરી વીમા કંપનીને સૂચનાં આપે કે તેઓ તાત્કાલીક ધોરણે ટોલ ફ્રી નંબરની સેવ શરુ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.