મહેસાણા હાઇવે ઉપર ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે વિમલ ડેરીની ગાડી નંબર GJ24 X 3022 નંબરના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી તેમજ ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને જેમાં બે લોકોના મોત થયા હોવાની માહિતી 108ના સૂત્રો દ્વારા મળી છે અને નોંધનીય છે કે 108ના સ્ટાફે ગાડીમાં પડેલા બે મોબાઈલ કિંમત 30 હજાર અને 70 હજાર રોકડ એમ કુલ એક લાખની કુલ મુદ્દામાલ મૃતકના સંબંધીને પરત કરી હતી.
સમી-મહેસાણા હાઇવે ઉપર ગઈકાલે ગુરૂવારે રાત્રે વિમલ ડેરીની ગાડી ઝાડ સાથે ટકરાતાં પલતી મારી ગઈ હતી.અને જેમાં ડ્રાઇવર પ્રવીણ ભાઈ પટેલ અદિવાડા અને અજિતસિંહ ઝાલાનું ઘટનાસ્થળે મોત થયું હતું.
જેમાં ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ સમી 108ને જાણ કરતા પાયલોટ સની પરમાર અને ઈએમટી મહેશ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને આ ઉપરાંત સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે 108ના સ્ટાફે ગાડીમાં પડેલા બે મોબાઈલ કિંમત 30 હજાર અને 70 હજાર રોકડ એમ કુલ એક લાખની કુલ મુદ્દામાલ મૃતકના સંબંધીને પરત કરી માનવતા મહેંકાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.