રક્ષા મંત્રાલયના આંકડા અનુસાર સબમરીનોના નિર્માણમાં 75 ટકા અને વાયુયાનોના નિર્માણમાં 60 ટકા સુધીની સામગ્રી વિદેશથી આયાત કરવી પડી રહી છે. આનાથી દેશમાં બનનારા રક્ષા ઉપકરણો માટે એક મોટી રકમ વિદેશી કંપનીઓમાં જઈ રહી છે. જો કે આ ઉચ્ચ દરોને ઓછી કરવાનો પ્રયાસ કરી શકાય છે.
રક્ષા મંત્રાલયના અનુસાર જંગી સબમરીનોના નિર્માણ કરનારી સાર્વજનિક રક્ષા કંપની એમડીએલના પ્રોજેક્ટ 15બી અને 17 એના નિર્માણમાં 72-75 ટકા વિદેશી કંપોનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના વર્ષ 2024-25 સુધી થવાના અણસાર છે અને આ રીતે અનેક સબમરીનનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલય દ્વારા કરવામાં આવેલા બ્યોરા અનુસાર સુખોઈ-30, એમકેઆઈમાં 40, તેજસમાં 43, એએલએચમાં 44 તથા ડીઓ 228 વાયુયાનમાં 60 ટકા સ્પેરપાર્ટ્સ વિદેશથી આયાત થાય છે.
રક્ષા મંત્રાલયની સ્થાનીય સંસદીય સમિતિની સ્થિતિમાં રજૂ રિપોર્ટ અનુસાર મંત્રાલયમાં જણાવવામાં આવ્યું છે કે ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં વિદેશી કમ્પોનેન્ટનો ઉપયોગ ઘટ્યો છે. ગત 3 વર્ષ દરમિયાન લગભગ 10 ટકા રહી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.