મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે હવેથી જે પણ વાહનો ખરીદવામાં આવશે તેમાં VIP નંબર નહીં પણ કોમન નંબર હશે અને હવેથી વાહનોના તમામ ‘VIP’ રજીસ્ટ્રેશન નંબર સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થશે. આવા નંબરો ઈ-ઓક્શન દ્વારા વિતરિત કરવામાં આવશે.
હરિયાણામાં VIP કલ્ચરને ખતમ કરવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ તમામ સરકારી વાહનોની હવે ઈ-ઓક્શન કરવામાં આવશે. રાજ્યમાં આવા કુલ 179 સરકારી વાહનો છે અને જેનો નંબર 0001 છે. હવેથી જે પણ વાહનો ખરીદવામાં આવશે તેમાં VIP નંબર નહીં પરંતુ સામાન્ય નંબર હશે.
હકીકતમાં, એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં હરિયાણા મોટર વાહન નિયમો-1993માં સંશોધન પર ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી છે. વાહનો માટે નવી શ્રેણી HR-GOV રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અને સૌથી પહેલા તો ખુદ મુખ્યમંત્રી મનોહર લાલે પોતાના કાફલાના ચાર વાહનોના નંબર છોડવાની જાહેરાત કરી છે. સરકારના મતે આનાથી VIP કલ્ચર ખતમ થઈ જશે.
તમને જણાવી દઈએ કે, આ જાહેરાત પછી, ઘણા સામાન્ય લોકો કે જેઓ તેમના વાહનો માટે ફેન્સી નંબર ખરીદવાના શોખીન છે અને તેઓ રાજ્ય સરકારના 179 વાહનોને આપવામાં આવેલા આ VIP નંબરો ખરીદી શકશે. નિવેદન અનુસાર, આ 179 ‘વીઆઈપી નંબર’ની ઈ-ઓક્શનથી 18 કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.