વિપક્ષ પર પીએમ મોદીએ તાક્યું નિશાન, પીએમ મોદીએ, કહ્યું કે….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જે દેશને ત્રીજી દુનિયાનો ભાગ માનવામાં આવતો હતો, ત્યારે ભારતને એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના સામે કોઇ દવા નહોતી, ત્યારે ભારતે 150 દેશમાં દવા પહોંચાડી. ભારતે જ્યારે હવે વેક્સીન બનાવી છે, ત્યારે દુનિયાને ભારત વેક્સીન આપી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આવ્યું, ત્યારે ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારત પોતાને સંભાળી નહીં શકે તો દુનિયામાથે સંકટ વધશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં એક વૃદ્ધ મહિલાએ પોતાની ઝુપડીની બહાર દીવો પ્રગટાવ્યો, પરંતુ તેની પણ મજાક ઉડાવામાં આવી. વિપક્ષ આવી વાતો ના કરે જેનાથી દેશનું મનોબળ તુટી જાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતમાં ડબલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે, દુનિયાના ઘણા દેશોને રોકાણ મળી રહ્યું નથી, પરંતુ ભારતમાં લોકો રોકાણ કરવા ઇચ્છે છે. ક્યારેક મોબાઇલ ફોનને લઇને મજાક ઉડાવામાં આવી, પરંતુ આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.