વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોદી અને રૂપાણીનો લીધો બરાબરનો ઉધડો, કહ્યું વિદ્યાર્થીઓના ટેબ્લેટના નામે 167 કરોડ રૂપિયા ચાંઉ કરી ગયા

ગુજરાતમાં અવાર-નવાર કૌભાંડો બહાર આવે છે ને વળી થોડા દિવસ મીડિયામાં ચર્ચા બાદ જાણે આપોઆપ ભીનું સંકેલાઇ જાય છે ત્યારે હવે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવતા કૌભાંડો એ નાગરિકો માટે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. સરકારની કોઈ પણ કામગીરી કે યોજના હોઈ, યોજનાનો લાભ લાભાર્થીને મળે કે ન મળે પણ યોજના સાથે સંકળાયેલા માણસોને એનો સહુથી પહેલો અને મોટો લાભ મળી જતો હોઈ છે અને આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે રૂપાણી સરકારની ટેબ્લેટ વિતરણ યોજનામાં!

સમગ્ર મામલો જોઈએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે જેની કિંમત રૂપે દરેક વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦૦ રૂપિયા વસુલવામાં આવે છે અને સરકાર આ ટેબ્લેટ ૬૬૬૭ રૂપિયાના ભાવે ખરીદીને વિદ્યાર્થીને ૧૦૦૦ રૂપિયામાં આપે છે જે સારી બાબત કહેવાય, પરંતુ અહીં કૌભાંડ એ છે કે સરકાર જે ટેબ્લેટ માટે કંપનીને ૬૬૬૭ રૂપિયા ચૂકવે છે એ ટેબ્લેટ ઓનલાઇન માર્કેટમાં માત્ર ૧૪૦૦ રૂપિયામાં મળે છે અને છતાં સરકાર આ ટેબ્લેટ માટે કંપનીને દરેક ટેબ્લેટ દીઠ ૫૨૬૭ રૂપિયા ચૂકવી રહી છે.

વિધાનસભા સત્રમાં ચર્ચા દરમિયાન વિપક્ષે રૂપની સરકારના આ કૌભાંડનો ભાંડો ફોડતા વિધાનસભા સત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો કારણકે દરેક ટેબ્લેટ દીઠ સરકારે ૫૦૦૦ રૂપિયા વધુ ચૂકવીને, ૧૪૦૦ રૂપિયાની કિંમતના ટેબ્લેટના ૬૬૬૭ ચૂકવીને જે કૌભાંડ આચર્યું છે એનો ટોટલ આંકડો ૧૬૨ કરોડ સુધી પહોંચે એમ છે તેથી સરકાર પણ આ મામલે જવાબ દેવામાં મુશ્કેલીમાં મુકાઈ છે અને આ મામલે જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૌભાંડ કેવી રીતે અને કેમ થયું એનો જવાબ આપવાને બદલે તાપસ કરીશું એવો ટૂંકો જવાબ આપી દીધો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું : વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટેબ્લેટકાંડ મામલે સવાલ પૂછતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબ આપવા ઉભા થયા હતા અને કહ્યું હતું કે પરેશ ધાણાની ઓનલાઇન વેબસાઈટ પર મળતા ટેબ્લેટના સ્પેસીફીકેશનની વિગતો આપે પછી અમે તાપસ કરીશું અને બાદમાં શિક્ષણમંત્રી પણ સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે અલીબાબા વેબસાઈટ પર લેનોવા ટેબ્લેટની કિંમત ૭૦૦૦ ઉપર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.