ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની તકલીફ વધી શકે તેવું લાગે છે અને તેને એક મૅચ માટે બૅન કરી શકે તેવી સંભાવનાઓ છે.
- વિકેટની અપીલ પર એમ્પાયર સાથે તૂતૂ-મેમે
જો આવુ થયુ તો વિરાટ અમદાવાદમાં રમાનારી વન ડે નાઇટ ટેસ્ટથી બહાર થઇ શકે છે. જો કે હજુ સુધી વિરાટ કોહલીને કોઇ સજા સંભળાવવામાં આવી નથી.
આ માટે ખેલાડીમાં એકથી ચાર ડિમેરિટ પોઇન્ટ જોડાઇ શકે છે. 24મહિનાની અંદર જો કોઇ ખેલાડીના ખાતામાં ચાર ડિમેરીટ પોઇન્ટ જોડાઇ જશે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્ગલેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં એમ્પાયર નીતિન મેનન સાથે ઝઘડી પડ્યા હતા. ચેન્નઇના સ્ટેડીયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અક્ષર પટેલે ફેંકેલા બોલથી જો રૂટને જીવનદાન મળ્યુ હતુ.
વિરાટો કોહલીનું આ પગલુ તેને મોંઘુ પડી શકે છે. icc કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.8 હેઠળ એમ્પાયરના નિર્ણય પર નારાજગી બતાવવી અને જીભાજોડી કરવી લેવલ એક કે બેના ચાર્જ લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.