સાઉથ આફ્રિકા રવાના થતાં પહેલાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ કરી છે.અને વિરાટ કોહલીએ દરેક વિવાદો પર પોતાનું મૌન તોડ્યુ છે.
વનડે અને ટી-20 ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના જે વિવાદના અહેવાલ ચાલી રહ્યાં હતા અને તેના પર વિરાટ કોહલીએ કહ્યું કે, હું સ્પષ્ટતા આપીને થાકી ગયો છુ. પત્રકાર પરિષદમાં વિરાટ કોહલીએ કહ્યું કે મારા અને રોહિત શર્માની વચ્ચે કોઈ મુશ્કેલી નથી. હું છેલ્લાં બે અઢી વર્ષથી કહી રહ્યો છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. વિરાટ કોહલીએ કહ્યું કે હવે હું સ્પષ્ટતા આપીને થાકી ગયો છુ.આ ઉપરાંત કોહલીએ વધુમાં કહ્યું કે હું જ્યાં સુધી ક્રિકેટ રમુ છુ ત્યાં સુધી મારી કોઈ પણ એક્શન અથવા કોમ્યુનિકેશન ટીમને નીચે બતાવવા માટે નહીં હોય.
મહત્વનું છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં એવા અહેવાલો આવી રહ્યાં હતા કે વિરાટ કોહલી વન-ડે શ્રેણીનો ભાગ નહીં બને. પરંતુ વિરાટે આ દરેક અહેવાલોને ફગાવી દીધા છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે મતભેદ હોવાની ચર્ચા અત્યારથી નહીં, પરંતુ લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ 2019 બાદ ડ્રેસિંગ રૂમમાંથી અલગ-અલગ પ્રકારની વાતો સામે આવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.