વેસ્ટ ઇન્ડીઝે જ્યારે 5 વિકેટ પર 207 રનનો સ્કોર બનાવ્યો ત્યારે લાગી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા માટે હૈદરાબાદ ટી20 ઇન્ટરનેશનલમાં લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે નહીં પરંતુ ફરી એક વખત મેદાનમાં વિરાટ કોહલીનું બેટ એવું ચાલ્યું કે ભારતને જીત અપાવીને જ થોભ્યું. કોહલી જો કે શરૂઆતમાં શુષ્ક દેખાતો હતો પરંતુ એક વખત જ્યારે સેટ થઇ ગયો તો તેને જોરદાર બેટિંગ કરી. કોહલીએ 50 બોલમાં 94 રનની ઇનિંગ્સ રમી નાંખી. કોહલીએ વિજયી સિક્સર ફટકારીને ભારતને 8 બોલ પહેલાં 4 વિકેટ પર 209ના સ્કોર સુધી પહોંચાડી દીધા.
ટી20 ઇન્ટરનેશનલમાં રેકોર્ડ 12મી વખત મેન ઓફ ધ મેચ બની કોહલીએ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન કહ્યું કે તમામ યુવા બેટસમેન મારી શરૂઆતના ઇનિંગ્સના હિસ્સાને ફૉલો ના કરો. એ સમયે હું બોલને જરૂર કરતાં વધુ જોરથી હિટ કરવાની કોશિષ કરી રહ્યો હતો. કોહલીએ જેસન હોલ્ડરની ઓવરમાં કેટલાંક શૉટ ફટકાર્યા અને ત્યારબાદ તેઓ રંગમાં પાછા આવ્યા. કોહલીએ માન્યું કે આ ઓવર બાદ તેઓ લયમાં બેટિંગ કરવા લાગ્યા. કોહલીએ કહ્યું કે મેં અધવચ્ચે જ મારી ઇનિંગ્સની આકરણી કરી અને તેનાથી મને ખબર પડી કે હું શું ભૂલ કરી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.