વિરાટ કોહલી સાથે સ્લેજિંગ કરવાની ભૂલ ના કરતા, ઓસ્ટ્રેલિયન ટીમને પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની સલાહ

ઓસ્ટ્રેલિયા અને ભારત સિરિઝ પહેલા બંને દેશો વચ્ચેની બયાનબાજી શરુ થઈ ચુકી છે.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગગજ ક્રિકેટર સ્ટીવ વોએ ઓસ્ટ્રેલિયાન ટીમને વિરાટ કોહલી સાથે જીભાજોડીમાં નહીં ઉતરવાની સલાહ આપી છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારત ચાર ટેસ્ટની સિરિઝ રમવાનુ છે.જોકે પ્રવાસની શરુઆત 27 નવેમ્બરથી વન ડે સિરિઝથી થશે.આ પહેલા વોએ કહ્યુ હતુ કે, સ્લેજિંગથી વિરાટ કોહલીને કોઈ ફરક નહીં પડે,મહાન ખેલાડીઓ પર આવી બાબતની અસર નથી થતી એટલે મારી સલાહ છે કે, ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ સ્લેજિંગથી દુર રહે.કારણકે સ્લેજિંગથી વિરાટ કોહલીને વધારે રન બનાવવા માટે પ્રેરણા મળશે.એટલે તેના પર શબ્દોના પ્રહાર નહીં કરવા જ બહેતર છે.

વોનુ કહેવુ છે કે, ભારતીય ટીમના છેલ્લા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આ જ ભૂલ કરી હતી અને પહેલી વખત ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1થી સિરિઝ જીતી હતી.કોહલી વિશ્વ સ્તરીય બેટસમેન છે અને તે સિરિઝમાં શ્રેષ્ઠ બેટસમેન સાબિત થવાનો પૂરો પ્રયાસ કરશે.ઓસ્ટ્રેલિયા ભારત આવ્યુ હતુ ત્યારે સ્ટીવ સ્મિથ ત્રણ સેન્ચુરી સાથે બહેતર સાબિત થયો હતો અને વિરાટને આ પણ યાદ હશે.કોહલી પહેલા કરતા વધારે પરિપક્વ બન્યો છે અને તે ઈચ્છે કે, ભારત વિદેશની ધરતી પર સિરિઝ જીતીને નંબર વન રેન્કિંગને વ્યાજબી ઠેરવે.કોહલી ટીમ ઈન્ડિયાને એ સ્થાને લઈ ગયો છે જ્યાં બીજુ કોઈ લઈ જઈ શક્યુ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.