ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા અને પંજાબ-હરિયાણાથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અપીલ કરી છે. ગૃહ પ્રધાને કહ્યું, ‘હું વિરોધ કરી રહેલા ખેડૂતોને અપીલ કરું છું કે ભારત સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તેમને 3 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે. સરકાર ખેડૂતોની દરેક સમસ્યા અને માંગને વિચાર કરવા માટે તૈયાર છે.
અમિત શાહે કહ્યું કે કૃપા કરીને શાંતિપૂર્ણ રીતે તમારૂ આંદોલન ચાલુ રાખો. અમે ચોક્કસપણે તમારી સાથે ચર્ચા કરીશું. સરકાર હંમેશા તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છે. એકવાર તમે જ્યારે આંદોલનને તે મેદાન પર સ્થાનાંતરિત કરી દેશો તો, પછીના દિવસે ભારત સરકાર તમારી સાથે વાત કરવા તૈયાર છે.જો 3 ડિસેમ્બર પહેલા ખેડૂત સંગઠનો ચર્ચા કરવા માંગે છે, તો હું તમને બધાને ખાતરી આપવા માંગું છું કે વિરોધ પ્રદર્શનને મેદાન પર સ્થાનાંતરિત કરતાની સાથે જ આપની ચિંતાઓનાં સમાધાન માટે અમારી સરકાર બીજા દિવસે વાતચીત કરશે.
હું બધાને અપીલ કરવા માંગુ છું કે દિલ્હી પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે અને તમે તમારો વિરોધ બુરાડીનાં મેદાનમાં ચાલું રાખી શકો છો. દિલ્હી પોલીસ તમારા બધાને એક મોટા મેદાનમાં ખસેડવા માટે તૈયાર છે. તમને શૌચાલયની સુવિધા, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ આપવામાં આવશે. ખેડુતોને રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર ન બેસવાની વિનંતી છે. આ ઠંડીમાં અનેક જગ્યાએ ખેડુતો તેમના ટ્રેક્ટર અને ટ્રોલીઓ સાથે જીવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.