વિરોધીઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે, કૃષિ કાયદાથી કાળા નાણાં પર કાબુ આવશે: વડાપ્રધાન મોદી

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલોનો વિરોધ કરનારાઓને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે પણ રાજકીય પક્ષો કે વિરોધીઓ ખેડૂતો માટેના કાયદાનો વિરોધ કરી રહ્યા છે તે વાસ્તવમાં ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ઓનલાઇન ઉદઘાટન કર્યા બાદ મોદીએ પોતાના ભાષણમાં કૃષિ બિલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કૃષિ બિલો ખેડૂતોના ફાયદા માટે છે અને તેનાથી કોઇ જ નુકસાન નહીં થાય. દિલ્હીમાં ઇંડિયા ગેટ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટ્રેક્ટર સળગાવી બિલોનો વિરોધ કર્યો હતો.

જેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે ખેડૂતો માટે આશિર્વાદ સમાન કૃષિ સાધનો (ટ્રેક્ટર વગેરે)ને સળગાવીને તેઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. જે પણ લોકો કૃષિ બિલોનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. નવા કૃષિ કાયદાથી કાળા નાણાનો પણ નાશ થવાનો છે જે કેટલાક લોકોથી સહન નથી થઇ રહ્યું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.