હાલમાં એક સ્ટડી આવ્યો છે જેમાં લોકોના હોંશ ઉડી શકે છે. શોધકર્તાનું કહેવું છે કે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ. તે ક્યારેય ખતમ થશે નહીં. એટલે કે તે કાયમ જીવિત રહેશે. તેનો પ્રકોપ લાંબા સમય સુધી રહેશે.
રિસર્ચમાં કહેવાયું છે કે કોરોના વાયરસ વર્ષમાં અનેક વાર ચરમ પર રહેશે. આ સાથે મોટી સંખ્યામાં લોકોના મોત થશે. ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના પણ રાખવામાં આવી રહી છે.
જર્મનીના હેડલબર્ગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સે કોરોના વાયરસને જીવન ભર સાથે રહેવાનો દાવો કર્યો છે. તેના રિપોર્ટને જનરલ સાઈન્ટિફિકમાં છાપવામાં આવ્યો છે
રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વના ઉત્તરી અને દક્ષિણ દેશમાં કોરોનાનો કહેર વધારે રહેશે. સાથે તેમાં કહેવાયું છે કે શિયાળો હોય કે ઉનાળો કોરોનાની અસર ઘટશે કે વધશે નહીં. શોધકર્તાઓએ 117 દેશના આંકડાને આધાકે રિપોર્ટ તૈયાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.