વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ભારતમાં, કોરોના રાહત કામગીરી માટે ભંડોળ એકત્રિત કરવાની તેમની ઝુંબેશમાં,લગભગ 11 કરોડ રૂપિયા કર્યા છે એકઠા

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ ભારતમાં કોરોના રાહત કામગીરી માટે ભંડોળ એકત્રિત કરવાની તેમની ઝુંબેશમાં લગભગ 11 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. બંનેએ આ દાનમાં બે કરોડ રૂપિયા આપ્યા હતા. આ અભિયાનમાંથી એકત્રિત કરવામાં આવેલાં નાણાં કોરોના રાહત કાર્ય માટેના એક્ટ ગ્રાન્ટ્સને આપવામાં આવશે.

સુપર સ્ટાર દંપતિએ તેની શરુઆત પોતે બે કરોડ રુપિયા આપીને કરી હતી. જોકે હવે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને પાંચ જ દિવસમાં તેમણએ પાંચ કરોડ રુપિયા એકત્રિત કર્યા.

આ રકમને વિરાટ તથા અનુષ્કા એક એનજીઓને આપશે.જેમાંથી જરુરિયાતમંદોને ઓક્સિદન, દવાઓ અને વેક્સીનેશન માટે મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં ચારે તરફ લોકો બેહાલ હોવાથી અનુષ્કા શર્માએ પોતાનો જન્મ દિવસ પણ સેલિબ્રેટ નોહોતો કર્યો.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.