વિશ્વમાં કોરોના વાયરસના ૧૨.૮૨ લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં

જાન્યુઆરી મહિનાની શરુઆતમાં ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે હવે દુનિયા આખીને ભરડો લીધો છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્મણનો આંકડો ૧૩ લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકામાં સૌથી ૩.૩૭ લાખ લોકોને કોરોનાનું સંક્રમણ અને  ૯ હજારથી વધુ લોકોના મોત થયા છે જયારે અમેરિકાની કુલ વસ્તી ૩૩ કરોડ જેટલી છે તે જોતા વાયરસ સંક્રમણનો આંકડો ચીન કરતા ખૂબ વધારે છે. ગત રવીવારે ૨૪ કલાકમાં ૧૪૦૦થી વધુ લોકોનો કોરાના વાયરસે ભોગ લીધો જે

મહામારી દરમિયાન કોઇ પણ દેશમાં નોંધાયેલો એક દિવસનો સૌથી ઉંચો  મુત્યુઆંક હતો. કોરોના વાયરસ અમેરિકામાં આટલો હાહાકાર મચાવશે એ કોઇ જ  જાણતું ન હતું.

ચીનમાં કોરોનાની મહામારી દેખાઇ ત્યારે અમેરિકામાં માત્ર 1 કેસ હતો પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસગઢ બની ગયું છે. અતિ વિકસિત અને સુપર પાવર ગણાતો દેશ પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકયો નથી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક રાજયમાં સંક્રમિત લોકોની સંખ્યા ૬૫ હજારને પાર કરી ગઇ છે જયારે 2500  હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૂરંગમાં જોવા મળતા અંધકાર પછી પ્રકાશને જોઇ રહયા હોવાનું જણાવીને દેશ કોરોના વાયરસના સંક્રમણથી ઝડપથી બહાર આવશે એવી આશા વ્યકત કરી હતી. અમેરિકામાં સ્વાસ્થ્ય ઉપકરણોની તંગી જોવા મળી રહી છે એવા અહેવાલ વચ્ચે ચીને ૧ હજાર વેન્ટિલેટર્સ અમેરિકાને દાનમાં આપવાનું હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.