વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેકટર જનરલ ટ્રેડોસ એડ્હોમ ઘેબ્રેયસએ ચેતવણી આપી છે કે કોરોના છેલ્લી મહામારી નથી કોરોના બાદ પણ દુનિયા સામે મહામારીનો ખતરો કાયમ રહી શકે છે. અને દુનિયાભરના દેશોને ભવિષ્યમાં આવનારા સંકટ માટે તૈયાર રહેવા કહ્યું છે. એટલું જ નહીં ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઇ પણ સમસ્યાનો સામનો કરવામાં માટે તમામ દેશોએ પોતાની હેલ્થ સિસ્ટમમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
જિનીવામાં પ્રેસ બ્રિફિંગમાં WHO ચીફે કહ્યું કે કોરોના દુનિયાની છેલ્લી મહામારી નથી. ઈતિહાસ શીખવે છે કે દુનિયામાં મહામારી ફેલાવવું જીવન સાથે જોડાયેલું સત્ય છે. ફરી વાર મહામારી ફેલાય તો દુનિયાએ તૈયાર રહેવું જોઈએ, તેઓએ કહ્યું કે તેના માટે દુનિયાભરના દેશોએ પોતાની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવાની રહેશે અને વધારે રોકાણ કરવાનું રહેશે.
આ પહેલાં ઓગસ્ટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને એક ચેતવણી આપતાં કહ્યું કે આ મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. WHOના છ મહિનાના મૂલ્યાંકન પર આપાત કમિટીથી મુલાકાત બાદ કહ્યું હતું કે કોરોના મહામારી લાંબા સમય સુધી રહી શકે છે.
કોરોનાના ખતરાના મૂલ્યાંકનને લઈને કહ્યું કે કોરોના સંક્રમણ દુનિયામાં ફેલાતા 7 મહિના થઈ ચૂકયા છે અને કમિટી તેનું મૂલ્યાંકન 4 વખત કરી ચૂકી છે. બેઠટકમાં કોરોનાના ખતરાને વધારે નક્કી કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે આખી દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2,74,30,458 લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. આ મહામારીના કારણે 8,95,268 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ભારત હવે દુનિયામાં મહામારીનું એપીસેન્ટર બની ચૂકયું છે. રોજ 80 હજારથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે હવે દેશમાં 42,04,613 કેસ આવ્યા છે. તેમાંથી 32,50,429 લોકો રિકવર થયા છે. એકિટવ કેસ 8,82,542 છે અને 71,642 લોકો મોતના મુખમાં પહોંચી ચૂકયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.