9 તારીખ અને 11મો મહિનો.. આ માત્ર તારીખ નથી. પરંતુ એક એવો દિવસ છે જેમાં ઘણી એવી ઘટનાઓ ઈતિહાસના રૂપમાં લખાઈ ચુકી છે. પાંચ સદીઓથી ચાલતો આવતો અયોધ્યાભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ફેસલો સંભળાવશે. ચુકાદા પછી ભારતના ઈતિહાસમાં આ તારીખ સુવર્ણ અક્ષરોમાં લખાઇ જશે. તો જાણીએ આજની તારીખમાં ઇતિહાસમાં કંઇ કંઇ ઘટનાઓ બની ચુકી છે, જેને દુનિયા આજે પણ યાદ રાખે છે.
આજની જ તારીખ અને આજના જ દિવસે બર્દિનની દીવાલને પાડી દેવામાં આવી હતી. બર્લિનની દીવાલ પશ્ચિમી બર્લિન અને જર્મન લોકતાંત્રિક ગણરાજ્યની વચ્ચે એક અવરોધ હતી. જેણે 28 વર્ષ સુધી બર્લિન શહેરને પૂર્વી અને પશ્ચિમી ભાગોમાં વહેંચી રાખ્યો હતો. આ દીવાલને 13 ઓગસ્ટ 1961માં બનાવવામાં આવી અને 9 નવેમ્બર 1989 પછી તેને તોડી નાખવામાં આવી હતી. બર્લિનની દીવાલ જર્મન સરહદની સૌથી મહત્વપૂર્ણ ભાગ હતી અને શીત યુદ્ધનું મહત્વપૂર્ણ પ્રતીક પણ હતી.
આજના દિવસે 1675માં ગુરુ ગોવિંદ સિંહ શીખોના ગુરુ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, પોતાના પિતા ગુરુ તેગ બહાદુરના મૃત્યું પછી 11 નવેમ્બર 1675માં તે શીખોના ગુરુ બન્યા હતા. ગુરુ ગોવિંદ સિંહે જ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પુરો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.