વિશ્વના જાણીતા મીડિયા હાઉસે ભારતના 21 દિવસના લોકડાઉન વિશે શુ કહ્યુ

સીએનએન, અમેરિકા

ભારત સંભવિત કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે શું દેશ 21 દિવસના લોકડાઉન માટે તૈયાર છે? આ શીર્ષક હેઠળ સીએનએનએ ન્યૂઝ લખતાં જણાવ્યું છે કે, ભારતના ભીડભાડવાળા રસ્તાઓ શાંત છે. ડિલિવરી ડ્રાઇવરોએ ફેસ માસ્કમાં જોઇ શકાય છે. આ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સાથે કોરોના મહામારીને રોકવા ભારતે અભૂતપૂર્વ 21 દિવસીય લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને દુનિયાભરની વ્યાપાર કનેક્શનની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, અમેરિકા

ભારતના પ્રધાનમંત્રીએ બુધવારથી શરુ થતા ત્રણ વીક માટે 1.3 બિલિયન લોકોને ઘરોમાં જ રહેવાનો આદેશ કર્યો છે. કોરોના વાઇરસ સામે લડવા માટે સૌથી મોટી અને સૌથી ગંભીર કાર્યવાહી છે. આ પ્રકારની ચેતવણીની ગંભીરતા એવા દેશમાં છે જ્યાં નાગરિકો નિરાશ્રિત છે અને ખૂબ મોટાપ્રમાણમાં ગરીબો શહેરોમાં “ગરીબ સ્વચ્છતા” અને “નબળા સાર્વજનિક સ્વાસ્થ્ય” વચ્ચે રહે છે.

ચાઇના ડેઇલી, ચીન

COVID-19 મહામારી વિરુદ્ધ લડવા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના

રોજ 21 દિવસના “દેશવ્યાપી લોકડાઉન”ની જાહેરાત કરી છે, જેની શરુઆત મંગળવારના રોજ 2400 કલાકે થઇ. તેઓ દેશવાસિયોને ઘરોની અંદર જ રહેવા અને બહાર નીકળવાનું જોખમ ન લેવાનો આગ્રહ કર્યો.

એક વીકથી ઓછા સમયમાં દેશવાસિયો માટે પીએમ મોદીનું બીજું સંબોધન હતું. આ પહેલાં તેઓએ 19 માર્ચના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જોકે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે લોકડાઉન દરમિયાન દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય.

આ ઉપરાંત 15000 કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. વાંગ યી એ કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સાથે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરી છે. ચીન અમારી સાથે અનુભવ શેર કરવા, અમારી ક્ષમતાની સહાયતા આપવા અને ભારતમાં ખરીદી માટે ચેનલ ખોલવા તૈયાર છે. મંગળવારના રોજ ભારતમાં ચીનના રાજદુત સુન વેઇદોંગ એ ટિ્વટ કરી આ માહિતી આપી હતી.

ધ જાપાન ટાઇમ્સ

ધ જાપાન ટાઇમ્સે બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ વીકના લાંબા સમયના લોકડાઉનની તાળાબંધી કરી દીધી છે. કોરોના વાઇરસના સંક્રમણોના પ્રસારને રોકવા અને સ્વાસ્થ્ય દેખરેખ હેઠળ અતિરિક્ત 1.97 બિલિયન ડોલરની આર્થિક મદદ કરાઇ છે. મોદીએ મંગળવારના રોજ સંબોધન કર્યું કે, જો આપણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત સાંભળીએ તો ખ્યાલ આવશે કે ટ્રાન્સમિશન ચક્રને તોડવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.