હિન્દૂઓનો પાવન તહેવાર દિવાળી આ વર્ષે 14 નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે તમામ ભારતીય દેવી લક્ષ્મીની પૂજા કરીને તેમના પોતાના મંગળમય જીવનની કામના કરે છે. તેની સાથે જ રંગોળી, તોરણ, ફૂલો, દીવાઓથી ઘરને સજાવે છે. આ પ્રકારે દરેક જગ્યા રોશનીની ઝગમગાટથી ખૂબ જ સુંદર દેખાય છે. પરંતુ દિવાળી એક એવો તહેવાર છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામની સાથે મનાવવામાં આવે છે. જાણો, કેટલાક એવા દેશો વિશે જ્યાં દિવાળીનો તહેવાર ભારતની ભારતની જેમ ખૂબ જ હર્ષૌઉલ્લાસથી મનાવવામાં આવે છે.
નેપાળ
નેપાળ દેશ ભારતથી ખૂબ જ નજીક છે. અહીં લગભગ 80 ટકા હિન્દૂ ધર્મના લોકો રહે છે. નેપાળમાં દીપમાળાનો તહેવાર તિહાર નામથી ઓળખવામાં આવે છે. આ તહેવાર 5 દિવસો સુધી ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. નેપાળની ખાસિયત છે કે અહીં દિવાળી પર કૂતરાંની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેનાથી સુખ, વૈભવ, માન તેમજ સન્માનની પ્રાપ્તિ થાય છે. જો તમે નેપાળ જઇ રહ્યા છો તો તેની રાજધાની કાઠમાંડૂ જવાનું ભૂલશો નહીં આ સાથે જ નેપાળના વિવિધ તેમજ શાનદાર મંદિરના દર્શન પણ કરવાનું ચુકશો નહીં.
મૉરેશિયસ
મૉરેશિયસમાં આ પાવન પર્વ ભારતની જેમ જ મનાવવામાં આવે છે. અહીં આવનાર કોઇને પણ ભારતની કમી લાગશે નહીં. મોરેશિયસમાં લગભગ 63 ટકા લોકો ભારતીય છે. આ સાથે જ તેમાંથી પણ લગભગ 80 ટકા લોકોનો હિન્દૂ ધર્મ સાથેનો નાતો છે. એવામાં અહીં પણ ભારતની જેમ જ ખૂબ જ ઉત્સાહથી દિવાળી મનાવવામાં આવે છે.
ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયામાં પણ ભારતીઓની જેમ દિવાળી મનાવવામાં આવે છે. નેપાળના બાલી સમુદ્ર તટ પાસે સૌથી વધારે ભારતીય લોકો રહે છે. એવામાં રોશનીથી શણગારેલું બાલી ખૂબ જ સુંદર દેખાય છે. આ સાથે જ અહીંના સમુદ્રી તટના કિનારે ફરવાની એક અલગ જ મજા માણવા મળે છે.
સિંગાપુર
સિંગાપુરમાં પણ દિવાળી ભારતની જેમ જ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. અહીં વધુ પ્રમાણમાં હિન્દૂ ધર્મના લોકો વસે છે. એવામાં અહીં દર વર્ષે દિવાળી પર રાષ્ટ્રીય રજા હોય છે. લોકો પોતાના ઘરને લાઇટોથી સજાવે છે. આ સાથે જ હિન્દૂ ધર્મના લોકો સંપૂર્ણ રીતિ-રિવાજો સાથે પૂજા પણ કરે છે.
મલેશિયા
આ દેશમાં ભલે વધુ સંખ્યામાં ભારતીય નાગરિકો નથી. પરંતુ તેમછતાં પણ આ લોકો દિવાળીનો આ તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવે છે. આ ઉપરાંત અહીંના ખૂબ જ સુંદર ગાર્ડન પર ફરવાનું પ્લાન બનાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.