‘વિશ્વ કક્ષાની સુવિધાઓ ગુજરાતમાં મોજુદ, વિકાસની બાબતમાં ગુજરાતનો વિક્લ્પ નહી’: વિજય રૂપાણી

ગુજરાતમાં સંશોધન અને વિકાસનું ઇકો સિસ્ટમ વ્યાપક બન્યું છે. વિકાસની બાબતમાં ગુજરાતનો વિકલ્પ ગુજરાત જ છે અને જે. ડી. એમ. રિસર્ચ સેન્ટરના રૂપમાં ગુજરાતને વિશ્વ કક્ષાની સંશોધન અને વિકાસની સુવિધા મળી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્પાદન શરૂ કરો અને પરવાનગી મેળવવાનો અભિગમ અપનાવ્યો છે અને આ રિસર્ચ સેન્ટરના રૂપમાં ગુજરાતના તાજમાં નવુ પીંછુ ઉમેરાયુ છે. અત્રે થનારૂ ઉચ્ચ કક્ષાનું સંશોધન તમામ માટે આકર્ષણ રૂપ રહેશે. સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે. ડી. એમ. રિસર્ચ સેન્ટરનુ ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએમુખ્યમંત્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, આ કેન્દ્ર એશિયાના સૌથી મોટા સંશોધન અને વિકાસનું કેન્દ્ર છે અને તેના પગલે ગુજરાતનું નામ સંશોધન અને વિકાસના નકશામાં ઉમેરાયુ છે. ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે. બિઝનેસના સંકલ્પ સાથે ગુજરાતે રાઇટ- ટાઇમ, રાઇટ- જોબની પરંપરા પ્રગતિ માટે અપનાવી છે, એટલે જ વિશ્વભરના મૂડી રોકાણકારોનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર ગુજરાત બન્યુ છે. ગુજરાતના વિકાસમાં 35 લાખથી વધુ એકમો ઉલ્લેખનીય યોગદાન આપી રહ્યા છે.

સાથે સાથે ગુજરાતમાં બિઝનેસ ચાલુ કરવા માટે આવીને ઉત્પાદન શરૂ કરો અને ત્રણ વર્ષમાં જરૂરી આનુષાંગિક પરવાનગીઓ મેળવી લો તેવી વ્યવસ્થા કરી છે અને ઓન લાઇન રજીસ્ટ્રેશન સુવિધા હેઠળ ગણતરીની મિનિટોમાં જ પરવાનગી મળી જાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે આગામી વર્ષમાં વિશ્વનો પ્રથમ સીએનજી ટર્મીનલ ભાવનગર બંદરે કાર્યરત થઇ જશે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 43 ટકા જ છે જયારે સર્વિસ સેકટરમાં 42 ટકા છે. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર તથા વિવિધ દેશોના ડેલિગેટ હાજર રહ્યા હતા. આ કેન્દ્રમાં રસાયણ દવાઓ પાકની સુરક્ષા, ઔષધો, સ્પેશ્યાલીટી કેમિકલ્સ તબીબી ઉપકરણો તેમજ નવા સંશોધનો અને વિકાસ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ મોજુદ છે. આ પ્રસંગે જે. ડી. એમ. સેન્ટરના સંસ્થાપક વિજય મુન્દ્રાએ સૌનો આભાર માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.