વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પિડનો વિશ્વ વિક્રમ, સંપૂર્ણ નેટફ્લિક્સ કન્ટેન્ટ 1 સેકંડમાં ડાઉનલોડ થશે

 સંશોધકોએ દાવો કર્યો છે કે તેઓએ વિશ્વનો સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સમિશન રેટ (World Record for Internet Speed) પ્રાપ્ત કર્યો છે, જે એટલું ઝડપી છે કે સમગ્ર નેટફ્લિક્સ લાઇબ્રેરી માત્ર એક સેકંડ કરતા પણ ઓછા સમયમાં ડાઉનલોડ થઈ શકે છે.

યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)નાં સંશોધનકારોએ દર સેકન્ડમાં 178 ટેરાબાઇટ્સનો ડેટા પ્રસાર દર પ્રાપ્ત કર્યો છે, જે અગાઉના રેકોર્ડ કરતા પાંચ ગણી વધુ ઝડપે છે.

આ રેકોર્ડ સાથે સંબંધિત રિપોર્ટ જર્નલ ‘આઇઇઇઇ ફોટોનિક્સ ટેકનોલોજી લેટર્સ’ માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ જણાવ્યું કે લેબોરેટરીમાં પ્રદર્શિત આ રેકોર્ડ જાપાનમાં અગાઉ બનાવેલા વર્લ્ડ રેકોર્ડ કરતા પાંચ ગણો વધુ ઝડપી છે.

આ સંશોધનની મુખ્ય લેખક લિડિયા ગેલ્ડીનોએ જણાવ્યું હતું કે તેઓ હાલની માળખાગત સુવિધા હેઠળ વધુ અસરકારક રીતે કાર્યરત તકનીક પર કામ કરી રહ્યા છે.

178Tbps ની સ્પિડ પ્રાપ્ત કરવા માટે આ ટીમે ઓપ્ટિકલ ફાઇબરમાં વપરાતી વેવલેન્થની તુલનામાં વાઇડ રેન્જનો ઉપયોગ કર્યો, હાલમાં 9THz મહત્તમ ઉપયોગ થાય છે, પરંતુ આ ગતિ પ્રાપ્ત કરવા માટે લગભગ બે ગણો ઉપયોગમાં લેવામા આવ્યો.

178 TBPS એટલે કે 178,000 Gbpsની સ્પીડ, આને એક ઉદાહરણ સાથે સમજો કે જો કોઈ એચડી ફિલ્મ 1 જીબીની છે, તો 1 સેકંડમાં તમે 1 લાખ 78 હજાર એચડી ફિલ્મો ડાઉનલોડ કરી શકશો, આટલી જબરજસ્ત સુપરફાસ્ટ સ્પીડ હશે.

આ પહેલા, ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પિડ નોંધાઈ હતી. તે સમયે વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પિડ 44.2 Tbps નોંધાઇ હતી, જેનો અર્થ એ કે અગાઉના રેકોર્ડ કરતા આ નવી સ્પિડ ચાર ગણી વધારે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.