વિશ્વની સૌથી ઉંચાઇ પર બનેલી અટલ રોહતાંગ ટનેલનું વડાપ્રધાન કરશે ઉદઘાટન

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ પર દુનિયાની સૌથી વધુ ઊંચાઇ વાળા સ્થળે સ્થિત અટલ રોહતાંગ સુરંગ (Atal Rohtang tunnel) હવે બનીને તૈયાર છે.

સુરક્ષા દ્રષ્ટ્રિકોણથી પણ આ સુરંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીમા સંગઠન (BRO) દ્વારા પૂર્ણરૂપથી બનેલી આ સુરંગનો સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.

આ અટલ રોહતાંગ સુરંગને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપાઇના નામ પર રાખવામાં આવી છે. 10,171 ફીટની ઊંચાઇ પર બનેલી આ અટલ રોહતાંગ સુરંગ રોહતાંગ વિસ્તારના રસ્તાઓને જોડે છે.

આ દુનિયાની સૌથી ઊંચી અને લાંબી સુરંગ છે. તેની લંબાઇ 8.8 કિમી છે અને પહોળાઇ 10 મીટર છે. આ સુરંગ મનાલી અને લેહની વચ્ચેના 46 કિલોમીટર રસ્તોને ટૂંકો કરવાનું કામ કરે છે.

હવે મનાલીથી લાહોલ અને સ્પીતિ ઘાટીની યાત્રા આ સુરંગ બનાવાથી 5 કલાકનો જે સમય લાગતો હતો તે હવે 10 મિનિટમાં પૂરો થઇ જશે.

અટલ રોહતાંગ સુરંગ લેહ અને લદાખની આગળના ક્ષેત્રો માટે તમામ ઋતુમાં કનેક્ટિવિટી આપશે. વળી શિળાયા અને હિમવર્ષાના સમયે પણ આ રસ્તા ખુલ્લા રહેશે જે સૈન્ય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે

આ સુરંગના કારણે લદાખમાં તેનાત ભારતીય સૈનિકોને સૌથી વધુ ફાયદો થશે. અને ઝડપથી હથિયાર અને અન્ય સામગ્રી શરદીના સમયે પણ માલ સામાન સરળતાથી પહોંચાડી શકશે. હવે આ માર્ગે લદાખના સૌનિકોને મોટી મદદ જલ્દીથી પહોંચાડી શકશે

સીમા સડક સંગઠન (BRO)ના એન્જિનિયર અને કર્મચારીઓએ આ સુરંગનું નિર્માણ કર્યું છે. શરદીના મુશ્કેલ સમયમાં સતત આ લોકોના કર્મચારીઓ ડેડલાઇન પૂરી કરવા માટે અહીં અવિરત કામ કરતા રહ્યા છે. તેમણે અહીંના માઇનસ 30 ડિગ્રીના તાપમાનમાં પણ કામ કર્યું છે.

આ ટનલની અંદર, કોઈપણ વાહન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ટનલનું નિર્માણ 28 જૂન 2010નાં રોજ શરૂ કરાયું હતું. તેને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા બનાવવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.